🌺 પથરી વિવિધ પ્રકારના ઉપચાર 🌺
(૧) એક નારીયેલ પાણી વાડુ લેવું એમાં ઉપર કાણું પાડી ચપટી સીધંવ મીઠું, અડધુ લીબુંનો રસ નાખી આખી રાત રહેવા દેવું નારીયેલ ઉપર ઢાંકી રાખવું સવારે વાસી મો આ પાણી પી જવું ત્યારબાદ ચાલવું જ્યાં સુધી જોરથી પેશાબ ન આવે ત્યાં સુધી. આવું થોડા દિવસ સુધી કરવું પેશાબ વાટે ગમે એવી પથરી નીકળી જશે.
(૨) યોગી રાજેશભાઇ કહે છે કે.......
મારે ૧૨ mm ની પથરી નીકળી ગઈ છે.
હુ આટલું કરતો હતો.
🔥 દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.
🔥પાણી નાખીને છાશ પણ ખૂબ પીવાની હરરોજ!
🔥દિવસ માં બે ત્રણ વાર લીંબુ પાણી પીવું. જેમાં ખાંડ કે મીઠું ના નાખવું. શક્ય ત્યાં સુધી સ્ટ્રોંગ રાખવું.
(૩) રાજ બારૈયા રણવીર પઢિયાર ના જાત અનૂભવ
લીબુ પાણી ,બીજવરુ ખાવ ,છતા ન ફેર પડે તો ,ભાવનગર જીલ્લો,તાલ્લુકો,મહુવા, ગામ કળસાર સદ્ ભાવના હોસ્પિટલ ,ત્યા બતાવો જો પથરી નાની હશે દવા આપશે અને મોટી હશે તો કાઠી આપશે ,મે 2 વખત કઢાવી છે
🔥કીનલી સોડા ને દૂધમાં નાખી સાંજે સૂતી વખતે પીવું.
🔥અને નિયમિત એક આયુર્વેદિક ટેબ્લેટ આવે છે એ હું લેતો હતો. પણ મને ઉપરના ઉપાયો દ્વારા પથરી નીકળી હોય એવું લાગે છે. મારા પપ્પા ને પણ આ જ ઉપાયો દ્વારા ૧૪ mm ની પથારી પેસાબ વાટે નીકળી ગઈ છે.
(૪) મહેન્દ્ર પ્રજાપતિ, " પાન ફૂટી , પત્થર તોડ , પત્થર પાન , પાણાફાડ આ એક વનસ્પતિ અલગ-અલગ એરિયામાં અલગ-અલગ નામથી લોકો ઓળખે છે. તમારા એરિયામાં જે નામથી જાણતા હોય તે આ વનસ્પતિના ત્રણ પાન અડધા ગ્લાસ પાણી સાથે ક્રશ કરી એમાં એક લીંબુનો રસ મિલાવવો. આ દરરોજ સવારે નરણાકોઠે પી જાઓ."
(૫) વિક્ સાગર, "પાન ફુટી વનસ્પતિ આવે છે તેના ત્રણ પાન ને ઘોઇને તેને ખલ માં બરાબર વાંટી દો પછી એ લોંદા ને કપડા માં કે ગરણીમાં દબવીને તેનો રસ સવારે ભૂખ્યા પેટે પી જાવો તેના પછી ૪૫ મીનીટ કંઇ નહી પીવાનું કે ખાવાનું નહી અને રાત્રે સુતી વખતે પણ પીવો આની કોઇ આડઅસર નથી રાત્રે જમ્યા પછી સુતી વખતે લેશો તો કંઇ વાંઘો નહી આ પ્રયોગ ૧૦ દિવસ કરશો તો પથરી નીકળી જશે પરેજી પાળજો લીંબુ ને ગોળનો શરબત પણ ખુંબ પીજો ચીલ ઠંડા પાણીમાં શરબત બનાવીને પીજો"
(૬) મેહુલ કટારીયા , "સાદી સોડા અને દૂધ બંને મિક્સ કરવું ૧ કપ સવાર-સાંજ સો ટકા રાહત થશે"
"અડધો કપ સાદી સોડા અડધો કપ દૂધ સવાર-સાંજ ત્રણ દિવસ ચાલુ રાખો પથરી ના દુખાવો મટી જશે"
(૭) અમિત રાવલ,
SBL ની ક્લિયર સ્ટોન હોમિયોપેથીક દવા મળે છે
નોધ :- ડોક્ટર ની સલાહ અનુસાર દવા લેવા
SBL ની ક્લિયર સ્ટોન હોમિયોપેથીક દવા મળે છે તે લઈ લો..
મારે પણ કિડની માં હતી તેનાથી નીકળી ગઈ..😊
સવારે - બપોરે -રાત્રે સુતા સમયે કાચના ગ્લાસમાં પાંચ ટીપાં નાખી ને પાણી પી જવું.
